પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી) પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મહિયારી ગામના શૈક્ષણિક પરિષરમાં ઘટેલી અમાનવીય ઘટનાનું પુનરાવર્તન અટકાવવા તથા પરિસરોની સુરક્ષામાં વધારો કરવાની માંગ સાથે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવ્યું છે. અખિલ ભારતીય વિધાર્થી પરિષદ છેલ્લા 77 વર્ષથી વિધાર્થી હિતની લડાઇ લડતું આવ્યું છે.
તાજેતરમાં પોરબંદરના કુતિયાણા તાલુકાના મહિયારી ગામનીશાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીની પર કરેલ દુષ્કર્મની ઘટના શરમજનક અને અત્યંત ચિંતાજનક છે.થોડા સમય પહેલા પણ મંડેર ગામની ઘટના ધ્યાનમાં જ છે આ તમામ અમાનવીય ઘટનાઓમાં વિધાર્થીનીઓનું ભાવિ અસુરક્ષિત અવસ્થામાં દર્શાય રહ્યું છે વિદ્યાના પવિત્ર ધામમાં એક વિધાર્થીની સાથેની દુષ્કર્મની ઘટના એ ખૂબ જ નિંદનીય છે.
આ પ્રકારની ઘટનાથી શૈક્ષણિક પરિસરોની સુરક્ષા પર ખૂબ મોટા સવાલો ઊભા થઇ રહ્યા છે. અખિલ ભારતીય વિધાર્થી પરિષદ આ મુદ્દાની ગંભીરતાને ધ્યાન પર લઈ,આજે પોરબંદર જિલ્લાના શિક્ષણ અધિકારીને રજુઆત કરી શૈક્ષણિક પરિસરોની સુરક્ષામાં વધારો કરવાની માંગ સાથે આ ઘટનામાં સંકલિત શિક્ષક સાથે કડક પગલાં લેવામાં આવે એમની માન્યતા રદ કરવામાં આવે તેમજ આગામી સમયમાં ફરીથી આવી ઘટના ન બને એના માટે થઈ વિધાર્થીનીઓની સુરક્ષા સુનિશ્વિત કરવા શાળા પરિસરમાં છાત્રાવાસમાં સીસીટીવી કેમેરાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે અને દરેક શાળાના ક્લાસરૂમમાં જ્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે એ ચાલુ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે તેવી માંગણી કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya