પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામે વેપારીની દુકાનમાંથી રોકડ રકમના પર્સની ઉઠાંતરી કરવામા આવી હતી ખરીદીના બહાને આવી રકમની ચોરી કરી હતી.રાણાકંડોરણાના બસસ્ટેન્ડ વિસ્તારમાં આવેલી માધવ પ્રોવીઝન સ્ટોર નામની કરીયાની દુકાનમાં એક અજાણ્યો શખ્સ ખરીદીના બહાને આવ્યો હતો આવ્યો હતો અને દુકાનના ટેબલ પર પડેલુ રૂપીયા 25 હજારી રોકડ રકમ ભરેલુ પર્સ નજર ચુકવીને લઈ નાશી ગયો હતો આ બનાવ અંગે વેપારીએ રાણાવાવ પોલીસને જાણ કરી હતી જેને પોલીસ તપાસ હાથ ધરી છે આ બનાવને લઈ રાણાકંડોરણા ગામમા ભારે ચર્ચા જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya