ગીર ગઢડા ખાતે, મિશન લાઈફ અંતર્ગત જળ સંરક્ષણ વિષયક સેમિનાર યોજાયો
ગીર સોમનાથ, 11 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં મિશન લાઈફ અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ વિષય પર ખેડૂતો માટે એક માહિતીસભર સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કુલ ૧૬૦થી વધુ ખેડૂતોએ ઉપસ્થિત રહી અને જળ સંરક્ષણના વ
સોમનાથ  ગીર ગઢડા ખાતે મિશન


ગીર સોમનાથ, 11 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં મિશન લાઈફ અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ વિષય પર ખેડૂતો માટે એક માહિતીસભર સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં કુલ ૧૬૦થી વધુ ખેડૂતોએ ઉપસ્થિત રહી અને જળ સંરક્ષણના વિવિધ પગલા વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી હતી.

સેમિનારમાં મુખ્ય વક્તા ડૉ. ધવલ વારગીયા અને આકાશ ભટ્ટે ઉપસ્થિત ખેડૂતોને જળ સંરક્ષણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સેમિનારમાં વરસાદી પાણીનો સંચય કરીને ભૂગર્ભ જળસ્તર વધારવા, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીને પાણીનો વ્યય અટકાવવો. ઓછી પાણી માગતી ખેતી પદ્ધતિ અપનાવવી. અમૃત સરોવર જેવી યોજનાઓનો ઉપયોગ કરીને ગામસ્તરે પાણી સંચય કરવા જેવી બાબતોથી વાકેફ કરવામાં આવ્યાં હતાં.

ઉપરાંત ખેડૂતોને પ્રાયોગિક ઉદાહરણો સાથે સમજાવવામાં આવ્યું કે જળ સંરક્ષણ માત્ર ખેતી માટે જ નહીં પરંતુ સમગ્ર પર્યાવરણ સંતુલન માટે અત્યંત આવશ્યક છે. આ માહિતીસભર સેમિનારથી ખેડૂતોમાં જળ સંરક્ષણ પ્રત્યે જાગૃતિના પ્રયત્ન કરવામાં આવ્યાં હતાં અને દૈનિક જીવનમાં પાણીના વ્યર્થ વપરાશને અટકાવવા સહિત ઉપસ્થિત સર્વેએ દૈનિક જીવનમાં આ ઉપાયો અપનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande