યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું: કાતરા ગામની દુઃખદ ઘટના
પાટણ, 11 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કાતરા ગામમાં 22 વર્ષીય યુવતી ધરતીબેન જગદીશજી ઠાકોરે મકોડા મારવાની ઝેરી દવા પી લેતા દુઃખદ મૃત્યુ થયું છે. ઘટના 9 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 9 વાગ્યે બની હતી. ધરતીબેને કાતરા ગામની સીમમાં આવેલા છ
યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું: કાતરા ગામની દુઃખદ ઘટના


પાટણ, 11 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કાતરા ગામમાં 22 વર્ષીય યુવતી ધરતીબેન જગદીશજી ઠાકોરે મકોડા મારવાની ઝેરી દવા પી લેતા દુઃખદ મૃત્યુ થયું છે. ઘટના 9 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 9 વાગ્યે બની હતી.

ધરતીબેને કાતરા ગામની સીમમાં આવેલા છાપરામાં રાખેલી ઝેરી દવા સેવન કરી હતી. આ દવાથી તેમનું મોત નિપજ્યું હતું. મૃત્યુ પામેલી ધરતીબેનના ભાઈ સંજયજી ખોડાજી ઠાકોરે પોલીસને ઘટનાની જાણ કરી હતી.

પોલીસે મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ધરતીબેને આ કદમ શા માટે ભર્યું તે અંગેનું સાચું કારણ હજુ બહાર આવવું બાકી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande