હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ટર કોલેજ કબ્બડી સ્પર્ધા: ખામીભર્યું આયોજન, ખેલાડીઓની સુરક્ષા પર સવાલ
પાટણ, 11 સપ્ટેમ્બર (હિ.સ.): હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ટર કોલેજ કબ્બડી સ્પર્ધાનું આયોજન શેઠ એમ.એન. સાયન્સ કોલેજના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોની કુલ 84 ટીમો ભાગ લઈ રહી છે. ડૉ. ચિરાગ પટેલના જણાવ્યા મુજબ, અ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ટર કોલેજ કબ્બડી સ્પર્ધાનું આયોજન, કબ્બડી સ્પર્ધામાં ખામીભર્યું આયોજન, ખેલાડીઓની સુરક્ષા પર સવાલ

પાટણ, 11 સપ્ટેમ્બર (હિ.સ.): હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ટર કોલેજ કબ્બડી સ્પર્ધાનું આયોજન શેઠ એમ.એન. સાયન્સ કોલેજના નેતૃત્વમાં કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોની કુલ 84 ટીમો ભાગ લઈ રહી છે. ડૉ. ચિરાગ પટેલના જણાવ્યા મુજબ, અહીંથી શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરીને તેમને ઇન્ટર યુનિવર્સિટી અને વેસ્ટ ઝોન સ્પર્ધાઓમાં મોકલવામાં આવશે.

જ્યારે ખેલદળોને મંચ મળે તેવો શુભ પ્રસંગ છે, ત્યારે સ્પર્ધાનું આયોજન અનેક ખામીઓથી ભરેલું હોવાનું બહાર આવ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પૂરતા વીજ કનેક્શન પોઈન્ટ્સ નહોતાં. પરિણામે આયોજકોને દૂરથી ખુલ્લા વીજ વાયરો ખેંચવાની ફરજ પડી હતી.

આ ખુલ્લા વીજ વાયરોથી ખેલાડીઓ અને દર્શકોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. વીજ કરંટ લાગવા જેવી ઘટનાની શક્યતા વચ્ચે જવાબદારી કોણ લેશે તે સવાલ ઊભો થયો છે. આ સમગ્ર સ્થિતિ યુનિવર્સિટી વહીવટી તંત્રની બેદરકારીને ઉજાગર કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande