જામનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ આજે જી.જી હોસ્પિટલ સામેના વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી હતી. હોસ્પિટલ સામેની દુકાનોની બહાર મૂકેલા ટેબલો અને રેકડીઓને જપ્ત કરવામાં આવી છે.
જી.જી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાથી અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. દુકાનદારો દ્વારા દુકાનની બહાર મૂકવામાં આવેલા ટેબલો અને રેકડીઓને કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ આ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જાહેર રસ્તા પરના આ અતિક્રમણને દૂર કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી હવે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઘટશે અને લોકોને અવરજવરમાં સરળતા રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt