અક્કલ બડી કે ભેંસ? જામનગરમાં રસ્તાના ખાડામાં મનપાએ કપચી નાખી અને કચરાવાળો ઉપાડી ગયો!
જામનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગર શહેરમાં કચરાનું વજન વધારવા માટે સફાઈકર્મી દ્વારા કપચી ભરી લેવામાં આવી આંખે વળગે તેમ છે. ત્યારે વરસાદમાં કાંકરીઓ નીકળી જતા રોડ પરના ખાડા થઈ ગયા છે. જે ખાડાઓમાં કાંકરીઓ નાખવામાં આવી હતી. તે કચરાની ગાડીઓવાળા પોતાનું
સફાઈકર્મી


જામનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગર શહેરમાં કચરાનું વજન વધારવા માટે સફાઈકર્મી દ્વારા કપચી ભરી લેવામાં આવી આંખે વળગે તેમ છે. ત્યારે વરસાદમાં કાંકરીઓ નીકળી જતા રોડ પરના ખાડા થઈ ગયા છે. જે ખાડાઓમાં કાંકરીઓ નાખવામાં આવી હતી. તે કચરાની ગાડીઓવાળા પોતાનું વજન વધારવા કાંકરીઓ ભરી લઈ જતા હોવાનું સામે આવ્યું છે જેથી એક ભ્રષ્ટાચારના બદલે બે ભ્રષ્ટાચાર.

એક જાગૃત નાગરિક દ્વારા બનાવવમાં આવેલા વીડીયોમાં જોવા મળે છે કે, શહેરના સત્યમ કોલોનીથી એમ્યુઝમેન્ટ પાર્ક તરફ જતા રોડ ઉપર વોર્ડ નંબર-7માં ભ્રષ્ટાચારને કારણે ખાડાવાળા બની ગયેલા રોડના ખાડા પુરવા નંખાયેલી કાંકરીને કોર્પોરેશનની કચરા ગાડીનો સ્ટાફ પાવડે-પાવડે ઉસેડીને કચરા ગાડીનો સ્ટાફ કાંકરી ગાડીમાં ભરીને લઈ જતો જોવા મળે છે.

આમ રસ્તાના કામમાં ભષ્ટાચારને ઢાંકવા નંખાયેલી રેતીને પણ ગેરકાયદે લઈ જવાની પ્રવૃત્તિ સામે આવી છે. હાલની કચરાના પેમેન્ટની જોગવાઈ એવી છે કે, કચરાની ગાડીમાં કચરો લઈ જવાનું પેમેન્ટ વજન ઉપર થતું હોવાથી રેતીના વજનને કચરાના વજનમાં ખપાવી દેવાનો વધુ એક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. અગાઉ પણ આવી રીતે મોરમ કે કેરણ ભરીને વજન ભરતી કચરાની ગાડીઓ કેમેરામાં કેદ થઈ ગઈ છે. જે બાદ મહાપાલિકાએ ધરાર તેની સામે પગલા લેવા પડ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande