જામનગરમાં જુવેનાઈલ ડાયાબિટિસ ફાઉન્ડેશનનો 97મો મેગા કેમ્પ યોજાયો, 120 દર્દીઓએ લીધો લાભ
જામનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરમાં જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશનનો 97મો મેગા કેમ્પ જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં 120 ડાયાબિટીસ બાળકો અને તેના માતા પિતાએ ભાગ લીધો હતો. કલેક્ટરએ બાળકોનો જુસ્સો વધારવા પ્રેરણાદા
જુવેનાઈલ ડાયાબિટીસ કેમ્પ


જામનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગરમાં જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશનનો 97મો મેગા કેમ્પ જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં 120 ડાયાબિટીસ બાળકો અને તેના માતા પિતાએ ભાગ લીધો હતો.

કલેક્ટરએ બાળકોનો જુસ્સો વધારવા પ્રેરણાદાય ઉદબોધન કરી ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી ફાઉન્ડેશનને કોઈપણ પ્રકારે મદદરૂપ થવાની ભાવના વ્યકત કરેલ. ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી રમણીક ચાંગાણીએ સ્વાગત પ્રવચન અને સંસ્થાનો અહેવાલ રજૂ કરી સમાજના દાનવીરોને આ સત્કાર્યમાં મદદરૂપ થવા અપીલ કરી. આ તકે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણીકભાઈ અકબરીએ પ્રાસંગિક પ્રવચન આપી સંસ્થાને દાન આપી આગામી સમયમાં વધુ મદદ કરવાની ખાતરી આપી હતી. કેમ્પમાં ડોક્ટર સોનલ શાહ અને ડોક્ટર મોહિત ચાંગાણી ઉપસ્થિત રહી બાળકોને જરૂરી માર્ગદર્શન આપેલ.

આ કેમ્પમાં આવનાર દરેક બાળકને જરૂરી ઇન્સ્યુલિન, સિરિંઝો, ગ્લુકોમીટર સ્ટ્રીપ, લાન સેટ વિગેરેનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવી હતી. ઓમ્ લેબોરેટરી દ્વારા ખૂબ જ રાહત દરે ડાયાબિટીસના લગત બધા જ બ્લડ ટેસ્ટ કરી આપવામાં આવેલ. કેમ્પમાં આવેલ દરેક માટે બપોરે પ્રસાદની વ્યવસ્થા પાર્થ જોશી પરિવાર તરફથી કરવામાં આવેલ. આ કેમ્પમાં, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણીકભાઈ અકબર ઘનશ્યામભાઈ અજુડીયા, શામજીભાઈ ઉમરેટીયા, મીનાક્ષીબેન, તરુણભાઈ વિરાણી, અશ્વિનભાઈ ચૌહા-વિમલભાઈ નકુમ, ખુશ્બુબેન રાઠોડ, સંજયભાઈ, ભાવેશભાઈ તેમજ સેવક મેડિકલ સ્ટાફ વિગેરે ઉપસ્થિત બાળકોને પ્રોત્સાહિત કરેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande