પાટણ, 11 સપ્ટેમ્બર (હિ.સ.): ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાધનપુર અને સાંતલપુર તાલુકાની મુલાકાત લઇ પૂરથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. સાંતલપુરના નલીયા ગામમાં 5 અને રણમલપુરામાં 1 વ્યક્તિનું નદીમાં ડૂબી જવાથી દુઃખદ અવસાન થયું હતું. અધ્યક્ષે મૃતકોના પરિવારજનોને મળીને તેમને સાંત્વના આપી હતી.
આ દરમિયાન અધ્યક્ષએ સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને પૂરથી થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે રાહત અને બચાવ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
અધ્યક્ષે સ્થાનિક વહીવટી તંત્રને પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત પહોંચી જાય તે માટે જરૂરી સૂચનાઓ અને નિર્દેશો આપ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ