પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના મૈયારી ગામે સરકારી શાળાની વિદ્યાર્થીનીએ શાળાના શિક્ષક સામે દુષ્કર્મના આક્ષેપ કરી કુતિયાણા પોલીસ સ્ટેશનમા ફરીયાદ કરી હતી આ બનાવની ગંભીરતા ધ્યાને રાખે પોલીસે તપાસ શરૂ કરી હતી પીડીતા અને તેમના પરિવારજનો અને સામાજીક આગેવાનોને સાથે રાખી શાળા ખાતે તપાસ કરવામા આવી હતી શાળાના સીસી ટીવી કેમરા ચેક કરવામા આવ્યા હતા જેમા જે સમય અને સ્થળ બતાવામા આવ્યા હતા તેમના સીસી ટીવી કુટેજ ચેક કરવામા આવતા આ પ્રકારની ઘટના બની હોય તેવુ ધ્યાને આવ્યુ ન હતા તેમજ આ બનાવમાં સંબધીત લોકોના નિવેદન પણ લેવામા આવ્યા હતા હાલના તબકકે દુષ્કર્મ કેસમા ખાસ કોઇ પુરાવા મળ્યા નથી જેના કારણે શિક્ષક વિક્રમ પરમાર સામે કોઈ કાર્યવાહી કરવામા આવી નથી જરૂર પડયે આ કેસમા તપાસમાં સહયોગ આપવા પોલીસે જણાવ્યુ હતુ.મૈયારી ગામની આ ઘટનામા ખાસ કોઇ પુરાવા નહિં મળતા તેમજ શિક્ષક હાલ નિર્દોષ હોવાથી મૈયારી ગ્રામજનોમા પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya