પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર મનપા સંચાલિત ઓડદર ગૌશાળાને ઘણા સમયથી વિવાદમા રહી હતી અંતે પોરબંદરની સેવાભાવી સંસ્થાઓ મેદાને આવી હતી ગૌશાળને સવિદ્યાયુકત બનાવાની પહેલ કરી હતી આ મુદે પોરબંદર મનપાના કમિશ્નર એચ જે પ્રજાપતિએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે, ઓડદર ગૌશાળા માટે સ્વૈરછીક સંસ્થાઓ દ્રારા અનુદાન એકત્રીત કરવામા આવ્યુ છે. જોકે હાજુ આ અનુદાન મનપાને જમા કરાવ્યુ નથી તેમના દ્રારા હાલ રેલી બનાવા સહિતની કામગીરી શરૂ કરવામા આવી છે.
મનપા દ્રારા ગૌશાળાના વિકાસ માટે રૂ.1,90 કરોડનુ ટેન્ડર કરવામા આવ્યુ છે જેમા સેડ, ગમાણ અને પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવશે જોકે ઓડદર ગૌશાળા આવેલી છે ક્ષાર વાળી જગ્યા હોવાના કારણે આ ગૌશાળા અન્ય જગ્યાએ ખસેડવાની વિચારણા ચાલી રહી છે કારણ કે પશુઓને પીવાના પાણીની સમસ્યા ખુબ મોટી છે જે સ્થળે પાણીનો સ્ત્રોત સારો એવી જગ્યાએ ગૌશાળા ખેસડેવામા આવેતો પશુઓને પુરતુ પાણી મળી રહે તે દીશામા પણ વિચારણા ચાલી રહી હોવાનુ કહેવાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya