પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)રાણાવાવ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ બરડા ડુંગર જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા બાતમી મળી હતી કે,. બરડા ડુંગર વીડીનેશથી થોડે દૂર દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી છે.આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી દરોડો પડતા દેશી દારૂ બનાવવાનો 900 લીટર આથા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
ભઠ્ઠી ચલાવનાર નાથા જીવા મોરી હાજર ન મળી આવતા પોલીસે આ ભઠ્ઠીનો નાશ કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ દરોડામાં દેશી દારૂ બનાવવાનો આથો લી.900/- તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.25.950/- નો મુદામાલ મળી આવ્યો હતો. આ કામગીરી રાણાવાવ પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.એન. તળાવીયા, પો.હેડ.કોન્સ. બી.જે. દાસા, કોન્સ. સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઈ, જયમલ સામતભાઈ, ભરત કાનાભાઈ, તથા ફોરેસ્ટર આર.બી. કારેણા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya