પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર અભયમ 181 ની ટીમને એક જાગૃત નાગરિક દ્વારા કોલ મળ્યો હતો તેમણે એસટી બસ સ્ટેન્ડ અંદર નિઃસહાય બેઠેલી મહિલાની મદદ માટે જણાવ્યું હતું 181 ની ટીમને કોલ મળતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી મહિલાનુ નામ, સરનામું જણાવતા તેમને જણાવેલ કે તેવો મૂળ મહારાષ્ટ્ર રાજ્યના વતની હોય હાલ તલાલા ગામે રેહતા હોવાનુ જણાવ્યુ હોય.
ત્યારબાદ 181 ટીમ એ મહીલા નુ કાઉન્સેલિંગ શરૂ કર્યું કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ મહિલાની ઉમર 40 વર્ષ છે તેમને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે તેમના પતિએ ચાર માસ પૂર્વે અન્ય સ્ત્રીને ઘરમાં બેસાડી છે ત્યારબાદ તેઓ હાલ તેમના દાદા ના ઘરે રહે છે અને મજૂરી કામ કરી પોતાનુ ગુજરાન ચલાવે છે તેમની સાથે કામ કરતા અન્ય ભાઈને પોરબંદર આવવાનું થયું હતું એ ભાઈ પોરબંદરમાં અન્ય વ્યક્તિ પાસે પૈસા માગતો હોવાથી તે ભાઈ સાથે મહિલા પણ પોરબંદર આવ્યા હતા પરંતુ તેની સાથેના ભાઈ એસટી બસ સ્ટેન્ડ ખાતેથી ચાલ્યા ગયા હતા બાદમાં મહિલાને પરત તાલાલા જવું હોવાથી તેઓ રાત્રિના બસ સ્ટેન્ડ પર બેઠા હતા તેમજ પરિવારજના કોઈ સંપર્ક નંબર યાદ ના હોવાથી નિઃસહાય બન્યા હતા. કાઉન્સિલિંગ દરમિયાન 181 ટીમે મહિલાને કેટલા સમાજમાં બનતા કિસ્સાઓની સમજણ આપી હતી રાત્રિનો સમય હોવાથી મહિલાની સુરક્ષાને ધ્યાને રાખી મહિલાનું કુશળ કાઉન્સેલિંગ કરી મહિલાને આશ્વાસન આપી પોરબંદરની સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પોરબંદર 181 અભયમ ટીમના કાઉન્સેલર નિરૂપા બાબરીયા, કોન્સ્ટેબલ સેંજલ પંપાણીયા રોકાયેલા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya