પોસ્કો ના ગુન્હામાં, 10 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો.
પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જીલ્લાના કુતિયાણા પોલીસ સ્ટેશનમાં સગીરાનુ અપહરણ કરી અને શરીર સંબંધ બાંધનાર મુળ બિહારના શખ્સ સામે કુતિયાણા પોલીસ સ્ટેશના અપહરણ અને પોકસો હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો હતો આ શખ્સે છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતો હતો તેમને
પોસ્કો ના ગુન્હામાં 10 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો.


પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જીલ્લાના કુતિયાણા પોલીસ સ્ટેશનમાં સગીરાનુ અપહરણ કરી અને શરીર સંબંધ બાંધનાર મુળ બિહારના શખ્સ સામે કુતિયાણા પોલીસ સ્ટેશના અપહરણ અને પોકસો હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો હતો આ શખ્સે છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતો હતો તેમને એલસીબીએ દિલ્હી ખાતે ઝડપી લીધો હતો.

મુળ બિહારના અનુપ બલીસા પાસવાનના નામના શખ્સે સગીરાનુ અપહરણ કર્યુ હતુ તેમની સાથે અવારનવાર શરીર સંબધ બાધ્યો હતો આ શખ્સે સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમા અપહરણ અને પોકસો હેઠળ વર્ષ 2015મા ગુન્હો નોંધવામા આવ્યો હતો ત્યારેથી નાસતો ફરોતો હતો આ શખ્સ દિલ્હી ખાતે હોવાની બાતમી પોરબંદર એલસીબીને મળી હતી અને આ શખ્સને ઝડપી લીધો હતો આ શખ્સ દિલ્હી ખાતે મજુરી કામ કરતો હતો હાલ શખ્સનો કબ્જો કુતિયાણા પોલીસને સોંપવામા આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande