પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર ના મૈયારી ગામે સરકારી શાળાની વિદ્યાર્થીનીએ શાળાના શિક્ષક સામે દુષ્કર્મનો આક્ષેપ કરી કુતિયાણા પોલીસે સ્ટેશનમા ફરીયાદ કરી હતી આ બનાવમા પોલીસે તપાસ કરતા આ ઘટના સંબધીત સાયન્ટીફિક કોઇ પુરવા નહિં મળતા શિક્ષક વિક્રમપરમાર હાલ નિર્દોષ થતા મૈયારી ગ્રામજનો દ્રારા શિક્ષક વિક્રમ પરમારનુ ઢોલ-શરણાઇ અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કર્યુ હતુ મૈયારી ગામના આગેવાન ભરતભાઈ પરમાર અને આગેવાનો દ્રારા શિક્ષકના હારતોર કરી સન્માન કરવામા આવ્યુ હતુ આગેવાન ભરતભાઇ પરમારે એવુ જણાવ્યુ હતુ કે મૈયારી ઘેડનુ સૌથી મોટુ ગામ હોવાથી આસપાસના ગામના બોળકો મોટી સંખ્યામાં અભ્યાસ અર્થે આવે છે અહિં માત્ર સરકારી શાળા આવેલી છે અને શિક્ષકો નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે ગામને બદનામ કરવાના ઇરાદે આ પ્રકારના આક્ષેપો કરવામા આવ્યા છે.શિક્ષકના સન્માનમા મોટી સંખ્યામા ગ્રામજનો જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya