પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)આગામી દિવસોમાં નવરાત્રીના તહેવાર ઉત્સવ દરમિયાન તહેવાર શાંતિપૂર્વક ઉજવાઈ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી સાવચેતી રાખવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. આગામી તા. 22 સપ્ટેમ્બરથી પોરબંદર શહેરમાં વિવિધ સંસ્થાઓ ક્લબો દ્વારા પોરબંદરમાં નવરાત્રિ ઉત્સવના આયોજન થવા જઈ રહ્યા છે. આ ઉત્સવ માઁ અંબાની શક્તિ ભક્તિ અને આરાધનાનો ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે તેને અનુલક્ષીને પોરબંદર ની વિવિધ સંસ્થાઓ જ્ઞાતિઓ ક્લબો મંડળ દ્વારા ગરબાના આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવ સનાતની સમાજના લોકોનો ઉત્સવ હોઈ છે અને આ નવરાત્રીના આયોજનો કરવા માં આવતા હોય છે ત્યારે આ ઉત્સવ દરમિયાન શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદન પત્ર પાઠવી માંગ કરી છે કે, ફક્ત સનાતની સમાજ ના લોકોને પ્રવેશ આપવામાં આવે, પ્રવેશનાર દરેક લોકોના આધાર કાર્ડ/આઈડી પ્રૂફ ચેક કરી પ્રવેશ આપવામાં આવે સાથે માઁ આદ્ય શક્તિની ભક્તિનો તહેવાર હોવાથી નવરાત્રી દરમિયાન કોઈપણ જાતના અશ્લીલ ગીતો કે ગીતો વગાડવામાં ન આવે, રમનાર અને પ્રવેશનાર દરેક લોકો /ખેલૈયાઓને તિલક કરી પ્રવેસ આપવામાં આવે, આ સમગ્ર આયોજન માં કોઈપણ સ્થાન પર વિધર્મીઓ ઉપસ્થિતિ ન રહે તેમજ આ આયોજનમાં ગાયક કલાકારો વાજિંત્ર વગાડનારાઓ લાઈટ ડેકોરેશ મંડપ સર્વિસ વાળા લોકો પણ ફક્તને ફક્ત સનાતની સમાજ ના જ લોકો હોય તેવી માંગ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya