નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.) સીપી રાધાકૃષ્ણને શુક્રવારે
ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. તેઓ દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી
મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં, સીપી રાધાકૃષ્ણનને પદ અને ગુપ્તતાના
શપથ લેવડાવ્યા.
શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત
શાહ, કેન્દ્રીય પ્રધાન
જેપી નડ્ડા અને મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં આંધ્ર
પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને એનડીએના ઘટક પક્ષોના નેતાઓ પણ હાજર
રહ્યા હતા. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ સમારોહમાં હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સીપી રાધાકૃષ્ણન મંગળવારે યોજાયેલી
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષી ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને હરાવીને
જીત્યા હતા. ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા હતા. તેમણે ગુરુવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ
પરથી રાજીનામું આપ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ