પાટણ, 12 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ નગરપાલિકા દ્વારા સતત મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખી સિદ્ધપુર ચાર રસ્તા પાસે શ્રમજીવી પોલીસ સ્ટેશન નજીક ભૂગર્ભ ગટર લાઇનની સફાઈ હાથ ધરવામાં આવી. સફાઈ દરમિયાન ગટરમાંથી કોથળા અને કપડાના ડૂચા સહિતની નકામી વસ્તુઓ કાઢી ફેંકવામાં આવી, જેનાથી ગટર લાઈન ચોકઅપ થતી હતી.
પાલિકા તરફથી જણાવવામાં આવ્યું છે કે, આવા કચરા ગટરમાં નાખવાથી ગંદા પાણીના નિકાલમાં અવરોધ થાય છે, જેનાથી જાહેર આરોગ્ય માટે ખતરો ઊભો થાય છે. આવી સ્થિતિ નિવારવા યોગ્ય નિકાલ જરૂરી છે.
ચીફ ઓફિસર હિરલ ઠાકરે જાહેર જનતાને અપીલ કરી છે કે, કોઈપણ નકામું સામાન ભૂગર્ભ ગટરમાં ન નાખે. તેમણે શહેરની ગટર વ્યવસ્થાને સુચારુ રાખવા માટે નાગરિકોનો સહકાર માંગ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ