ગીર સોમનાથ 12 સપ્ટેમ્બર (હિ.સ.)જિલ્લાના ઉનાના કાજરડી ગામની દીકરીએ તાજેતરમાં લેવાયેલી ગુજરાત હાઇકોર્ટના સ્ટેનોગ્રાફર ક્લાસ 2 ની પરીક્ષામાં ગીરસોમનાથજિલ્લામાં ઉના તાલુકાના કાજરડી
ગામની યૂવતી ચારણીયા જયાબેન નારણભાઈએ ફ્રીલીપમ્સ અને મેઈન્સ પરીક્ષા પાસ કરી જિલ્લા તાલુકા અને પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું છે આ દીકરીએ રાત દિવસ મહેનત કરી કઠિન પરિશ્રમ બાદ ક્લાસ ટુ ઓફિસરની સિદ્ધિ હાંસલ કરી છે તેમની સફળતા થી ગામ પરિવાર તથા સમગ્ર વિસ્તાર ગૌરવ અનુભવીયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ