નેપાળ પોલીસે જેલમાંથી ભાગી ગયેલા કેદીઓને, આત્મસમર્પણ કરવા હાકલ કરી....
કાઠમંડુ (નેપાળ),નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.) નેપાળ પોલીસે દેશવ્યાપી અપીલ જારી કરીને ભાગી ગયેલા કેદીઓને અને અટકાયતીઓને, તાત્કાલિક નજીકના સુરક્ષા અધિકારીને જાણ કરવા વિનંતી કરી છે. પોલીસે તમામ કેદીઓને અને અટકાયતીઓને આત્મસમ
નેપાળ


કાઠમંડુ (નેપાળ),નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર

(હિ.સ.) નેપાળ પોલીસે દેશવ્યાપી અપીલ જારી કરીને ભાગી ગયેલા કેદીઓને અને

અટકાયતીઓને, તાત્કાલિક નજીકના સુરક્ષા અધિકારીને જાણ કરવા વિનંતી કરી છે. પોલીસે

તમામ કેદીઓને અને અટકાયતીઓને આત્મસમર્પણ કરવા હાકલ કરી છે. 8 અને 9 સપ્ટેમ્બરના રોજ

જનરલ જી જૂથ દ્વારા થયેલા હિંસક રમખાણો અને આગચંપી દરમિયાન દેશભરની જેલમાંથી લગભગ

સાત હજાર કેદીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા છે.

ધ રાઇઝિંગ નેપાળ અખબારના સમાચાર અનુસાર, ‘નેપાળ પોલીસ

મુખ્યાલયે ગુરુવારે જારી કરેલી જાહેર નોટિસમાં જેલ અને પોલીસ કચેરીઓમાં તોડફોડ અને

આગચંપી પછી ભાગી ગયેલા તમામ વ્યક્તિઓને, કોઈપણ વિલંબ વિના સુરક્ષા એજન્સીઓ સાથે

સંપર્ક સ્થાપિત કરવા હાકલ કરી છે.’

ચેતવણી આપવામાં આવી છે કે,’ આમ કરવામાં નિષ્ફળતા વધારાના

કાનૂની પરિણામો તરફ દોરી શકે છે.’ જો કે, પોલીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે,’ સ્વેચ્છાએ શરણાગતિ

સ્વીકારનારાઓને વધુ શિક્ષાત્મક કાર્યવાહીથી સુરક્ષિત રાખવામાં આવશે.’

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande