બ્રાઝિલિયા, નવી દિલ્હી,12 સપ્ટેમ્બર
(હિ.સ.) બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોને 2022 ની ચૂંટણીને
ઉથલાવી દેવાના કાવતરાનું નેતૃત્વ કરવાનો દોષી ઠેરવ્યો છે. આમાં કોર્ટનું વિસર્જન, સેનાને સશક્ત
બનાવવા અને ચૂંટાયેલા રાષ્ટ્રપતિની હત્યાનું કાવતરું ઘડવાનો સમાવેશ થાય છે. આ
કેસની સુનાવણી પાંચ ન્યાયાધીશો દ્વારા કરવામાં આવી હતી. તેમાંથી ચાર ન્યાયાધીશોએ
બોલ્સોનારો અને તેમના સાથી તત્કાલીન સંરક્ષણ પ્રધાન અને નૌકાદળના કમાન્ડર સહિત સાત
સહ-ષડયંત્રકારોને દોષિત ઠેરવ્યા હતા.
ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ‘સુપ્રીમ કોર્ટે
ગુરુવારે 70 વર્ષીય
બોલ્સોનારોને 27 વર્ષ અને ત્રણ
મહિનાની જેલની સજા ફટકારી છે. બ્રાઝિલમાં રાજાશાહીના અંત પછી, સેનાએ ઓછામાં ઓછા
15 વખત બળવા અને
બળવાનો પ્રયાસ કર્યો છે. બ્રાઝિલમાં પહેલીવાર, કોઈપણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને આવા કેસમાં સજા ફટકારવામાં આવી
છે. બોલ્સોનારોને જમણેરી ચળવળના નેતા માનવામાં આવે છે.’
આ નિર્ણયથી બ્રાઝિલ અને અમેરિકા વચ્ચે સંઘર્ષ વધવાની શક્યતા
છે, કારણ કે
રાષ્ટ્રપતિ ટ્રમ્પે, વારંવાર બ્રાઝિલને બોલ્સોનારો સામેના આરોપો પાછા ખેંચવાની
માંગ કરી છે. વ્હાઇટ હાઉસે પણ ભારે ટેરિફ લાદીને બ્રાઝિલ પર દબાણ બનાવ્યું. ઉપરાંત, સુપ્રીમ કોર્ટના
ન્યાયાધીશો સામે કડક પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ
ન્યાયતંત્રને તેની પરવા નહોતી. ન્યાયાધીશોએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને દોષિત ઠેરવ્યા
અને અમેરિકાના હસ્તક્ષેપના પ્રયાસોની ટીકા કરી.
આ નિર્ણયથી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, દુઃખી છે. ટ્રમ્પે
ગુરુવારે વોશિંગ્ટનમાં પત્રકારોને જણાવ્યું હતું કે, હું આ નિર્ણયથી ખૂબ જ દુઃખી છું. હું
બોલ્સોનારોને ઓળખું છું. હું તેમને પસંદ કરું છું. મને લાગે છે કે, આ એક ભયંકર
નિર્ણય છે. ખરેખર બ્રાઝિલ માટે ખૂબ જ ખરાબ નિર્ણય છે.
દરમિયાન, બોલ્સોનારોએ ફરી એકવાર બધા આરોપોને નકારી કાઢ્યા હતા.
બોલ્સોનારોના વકીલ પાઉલો કુન્હા બ્યુનોએ ચુકાદા પહેલા કહ્યું હતું કે, તેમણે ક્યારેય
બળવો કરવાનો ઇરાદો નહોતો રાખ્યો. આ વાસ્તવમાં રાજકીય આરોપ છે. જો ભૂતપૂર્વ
રાષ્ટ્રપતિ દોષિત ઠરે છે,
તો તે
ન્યાયતંત્રના ઇતિહાસમાં એક કાળો પ્રકરણ હશે.
અગાઉ, બોલ્સોનારોના એક પુત્રએ તેના પિતાને સજાથી બચાવવા માટે
વ્હાઇટ હાઉસમાં લોબિંગ કર્યું હતું અને પછી ટ્રમ્પે જુલાઈમાં હસ્તક્ષેપ કર્યો હતો.
પરંતુ આ બધું કામ ન આવ્યું. બ્રાઝિલ પર 50 ટકાનો મોટો ટેરિફ પણ બ્રાઝિલને નમી શક્યો નહીં. અમેરિકાએ
જસ્ટિસ મોરેસ પર કેટલાક સૌથી કડક પ્રતિબંધો લાદ્યા. ત્યારે પણ નિર્ણય ભૂતપૂર્વ
રાષ્ટ્રપતિ વિરુદ્ધ આવ્યો.
બોલ્સોનારો 2018 માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. ભ્રષ્ટાચાર અને ગુના સામેની
જાહેર લહેર તેમને સત્તા પર લાવી. તે સમયે, તેમના સૌથી મજબૂત હરીફ લુલા ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં
હતા. બોલ્સોનારો 1964 થી 1985 સુધી દેશ પર
શાસન કરનાર લશ્કરી સરમુખત્યારશાહીની પ્રશંસા કરતા રહ્યા છે. ટ્રમ્પની જેમ, બોલ્સોનારોએ
તેમના દેશના રૂઢિચુસ્ત ચળવળને વધુ જમણેરી બનાવ્યું અને તેના ધ્વજવાહક રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ