અંબાજી13 સપ્ટેસ્બર (હિ. સ)અંબાજી થી દાંતા તરફ જઈ રહેલી લોખંડના
સળિયા ભરેલી ટ્રક દાંતા અંબાજી વચ્ચે ત્રિશુલિયા ઘાટમાં પલટી મારી ગઈ હતી જેના
સમાચાર દાંતા અંબાજી પોલીસને મળતા તેઓ પોતાના પોલીસ વાન સાથે ઘટના સ્થળે પહોંચ્યા
હતા અને જેની તપાસ કરી રહ્યા હતા તેમ જ લોખંડના સળિયા ભરેલી ટ્રકમાં પાછળના ભાગે
એક ક્લીનર ફસાયેલી હાલતમાં હતો જેને નીકળવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક
અંબાજી તરફથી આવી રહેલી વધુ એકલોખંડના સળિયા ભરેલી ધસમશ આવી ટ્રક
આવી રહી હતી જેની જાણ પોલીસને થઈ જતા તો પોલીસ તાત્કાલિક પહેલા ઊંધા પડેલા ટ્રક
પાસેથી દૂર ખસી ગઈ હતી અને પાછળથી આવી રહેલી ટ્રક રોડ ઉપર રોડ ઉપર ઉભી રહેલી
પોલીસને બંને જીપો ને ધડાકા ભૈર અથડાઈહતી અને આગળનેઉંધી પડેલી ટ્રક સાથે અથડાઇ હતી
જેમાં પોલીસની બંને ગાડીને ભારે નુકસાન થવા પામ્યું હતું અને બંને ટ્રકો લોખંડના
સળિયા ભરેલી ઘાટામાં ઊંધી પડી હતી જોકે આ બંને પોલીસ વાહનના કોઈપણ પોલીસ કર્મીને
ઇજા થવા પામેલ નથી બાકી બંને ટ્રકમાં બબ્બે માણસો હતા જેમાં એક ટ્રકના ક્લીનરનો
ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ આ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા
તેમને પાલનપુર તેમજ દાતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ સમાચાર
વાયુવેગેફેલાતા
દાંતા ના એસ ડીએમ કે આર હરણી તેમજ દાતા મામલતદાર બી સી બારોટ દાતા પીએસઆઇ મકવાણા
તેમજ અંબાજી અને દાતા પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો તેમ જ
લોખંડના સળિયા વચ્ચે ફસાયેલા એક મૃતદેહને કાઢવા અંબાજી મંદિર ટ્રસ્ટનો ફાયર ફાઈટર
પણ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કઢાવ્યો હતો એને પોસ્ટમોર્ટમ માટે દાતા રેફરલ
હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. જોકે આ ત્રિશુળિયા ઘાટમાં ચાર માર્ગે રોડ
બનાવવા છતાં અનેક વાર અકસ્માતો સર્જવાની ઘટના વાર બની રહી છે ત્યારે આ ઘટનાઓને લઈને
એક ચિંતાનો વિષય બન્યો છે તેને લઈ મોટા ભારે વાહનો માટે એક અલાયદો અલગ રસ્તો
બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે નહીં તો નાના વાહનોને આવા અકસ્માતોમાં
મોટી યાતનો ભોગવી પડે તેવી સંઘનો જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ