ગીર સોમનાથ સુત્રાપાડા હરણાસા ગામે મિહિરભાઈ ઓઝાએ ગૌરવવઘાયુ
ગીર સોમનાથ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના હરણાસા ગામે મિહિરભાઈ કિરીટભાઈ ઓઝાએ ગૌરવ વઘાર્યું.ગામના દીકરા ડો. મિહિરભાઈ કિરીટભાઈ ઓઝાએ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાયેલી કઠિન પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી આરોગ્ય અધિકારી વર્ગ–1 તરીકે ગ
ગામનૂગૌરવવઘાયુ


ગીર સોમનાથ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના હરણાસા ગામે મિહિરભાઈ કિરીટભાઈ ઓઝાએ ગૌરવ વઘાર્યું.ગામના દીકરા ડો. મિહિરભાઈ કિરીટભાઈ ઓઝાએ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાયેલી કઠિન પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી આરોગ્ય અધિકારી વર્ગ–1 તરીકે ગુજરાત સરકારમાં નિમણુંક મેળવી છે. આ સિદ્ધિ માત્ર એક પરિવારની નહીં પરંતુ સમગ્ર હરણાસા ગામ, ગીર સોમનાથ જિલ્લો અને સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે. ડો. મિહિરભાઈએ બાળપણથી જ શિક્ષણને સર્વોચ્ચ સ્થાન આપ્યું અને LKGથી 12મી સુધીના અભ્યાસ બાદ MBBS અને MD પૂર્ણ કર્યા. ત્યાર બાદ GPSC જેવી કઠિન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી અને સફળતા પ્રાપ્ત કરી. તેમણે સાબિત કર્યું કે જ્યાં સપનાને સાકાર કરવા માટે પરિશ્રમ થાય છે ત્યાં સફળતા અવશ્ય મળે છે.

ધન્ય છે એ હરણાસા ગામની ધરતી જ્યાંથી આવા અનમોલ રત્નનો જન્મ થયો છે, ધન્ય છે એ પુજનીય માવતર જેમણે સંતાનમાં સંસ્કાર, શ્રદ્ધા અને પરિશ્રમનું બીજ વાવ્યું છે અને ધન્ય છે એ પરીવારને ડો. મિહિરભાઈના પિતા શ્રી કિરીટભાઈ ઓઝા ભારતીય સેના (Indian Army)માંથી સેવા નિવૃત્ત થયા છે. સેવાનિવૃત્તિ પછી પણ તેમણે સમાજ માટે અવિરત કાર્ય કર્યું છે. તેમણે “સોમનાથ માજી સૈનિક સંગઠન”ની સ્થાપના કરી જેના માધ્યમથી ગીર સોમનાથ જિલ્લાના માજી સૈનિકોના પ્રશ્નો અંગે લડત ચલાવી અને ઉકેલ લાવ્યા છે. સાથે સાથે વિસ્તારના જરૂરિયાતમંદ લોકોના પ્રશ્નોમાં સહાયરૂપ બન્યા છે. કિરીટભાઈએ દયાળુ, સરળભાવ અને સેવાભાવે અનેક કાર્યો કરીને સમાજનું મસ્તક ઊંચું કર્યું છે. આ સેવાકીય પરંપરાનું ફળ છે કે આજે તેમના પુત્ર ડો. મિહિરભાઈ રાજ્યના અવલ અધિકારી બની સમગ્ર સમાજને ગૌરવ અપાવી રહ્યા છે.

આ સિદ્ધિ સાથે એક વિશેષ ઐતિહાસિક પ્રસંગ જોડાયેલો છે. વર્ષ 1967માં તેમના દાદાશ્રી કાંતિબાપાએ પરિવારની જવાબદારીને કારણે આરોગ્ય વિભાગની સરકારી નોકરીનો ત્યાગ કર્યો હતો. આજે એ અધૂરું સપનું તેમના પૌત્ર દ્વારા પૂર્ણ થયું છે. આથી આ સફળતા માત્ર વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર વંશ અને ગામ માટે એક પવિત્ર ગૌરવપ્રસંગ છે. ડો. મિહિરભાઈની આ સિદ્ધિ હરણાસા ગામના દરેક યુવાન માટે એક જીવંત પ્રેરણાસ્રોત છે. “પરિશ્રમ એજ પારસમણી”, “નીતિ એજ ધર્મ” અને “જ્યાં ત્યાગ છે ત્યાં તેજ છે” જેવા સૂત્રોનું સાકાર સ્વરૂપ બની તેમણે સાબિત કર્યું છે કે સંકલ્પ અને મહેનત દ્વારા કશું અશક્ય નથી.

ડો. મિહિરભાઈની આ સિદ્ધિથી માત્ર હરણાસા ગામ જ નહીં પરંતુ સમગ્ર બ્રાહ્મણ સમાજ અને ગીર સોમનાથ જિલ્લો ગૌરવ અનુભવી રહ્યો છે. આ પ્રસંગે ગામ, જિલ્લો અને સમાજના આગેવાનો દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ભગવાન સોમનાથ મહાદેવ તથા માતાજીના આશીર્વાદે ડો. મિહિરભાઈને હંમેશા આરોગ્ય, સન્માન અને સેવા માટે અવિરત શક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. તેમની આ ગૌરવયાત્રા ભવિષ્યમાં અનેક યુવાનોને પ્રેરણા આપે અને સમગ્ર સમાજનું મસ્તક ઊંચું રાખે એ શુભકામનાઓ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande