ગીર સોમનાથ 14 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી નિલેશ જાજડીયા , પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગનાઓ તથા એમ.એફ. ચૌધરી , ઇ.પોલીસ અધિક્ષક, ગીર સોમનાથનાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના મુજબ, ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.એ.વાઘેલા તથા એસ.ઓ.જી. સ્ટાફના દેવદાનભાઇ કુંભરવાડીયા એ.એસ.આઇ. તથા વિપુલભાઇ ટીટીયા, ગોપાલભાઇ મકવાણા પો.હેડ કોન્સ. તથા મહાવિરસિંહ જાડેજા પો.કોન્સ.નાઓ સાથે આજરોજ વેરાવળ-પ્ર.પાટણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દેવદાનભાઇ કુંભરવાડીયા એ.એસ.આઇ. તથા વિપુલભાઇ ટીટીયા પો.હેડ કોન્સ. નાઓને સંયુકતમાં મળેલ ચોકકસ બાતમી આધારે ઉના પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૮૬૦૦ ૮૨૫૧૫૬૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૮(૨),૧૧૮(૧),૩૫૨,૫૪,૩૫૧(૩),૧૧૧ ની પેટા કલમ-૨(બી),૩,૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુન્હાના કામે નીચે જણાવેલ વિગત મુજબના નાસતા-ફરતા આરોપીઓને વેરાવળ-તાલાલા રોડ, તાલાલા નાકા પાસેથી હસ્તગત કરી ધોરણસર કાર્યવાહી કરી ઉના પોલીસ સ્ટશન સોંપી આપેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ