પોરબંદર, 13 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામા વિસ્તરેલા બરડા ડુંગર વિસ્તારમા દેશી દારૂનુ દુષણ વર્ષોથી જોવા મળી રહ્યુ છે. પોલીસ અને વન વિભાગ દ્વારા અવારનવાર દરોડા પાડી અને દારૂની ભઠ્ઠીનો નાશ કરવામા આવે છે. દેશી દારૂની ભઠ્ઠીના કારણે પર્યાવરણને નુકશાન થાય છે આવી સ્થિતિમા દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડવામા આવે છે.
હાલ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વન વિભાગ દ્રારા સંયુકત રીતે હાલ બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીને લઈ મેગા ઓપરેશન હાથ ધરવામા આવ્યુ હોવાનુ કહેવાય છે જોકે સતાવાર રીતે કોઈ વિગત જાહેર કરવામા આવી નથી જોકે હાલ વનવિભાગ દ્રારા દેશી દારૂના દુષણ સામે મેગા ઓપેરશન ચાલી રહ્યુ હોવાની ચર્ચા જોવા મળી રહી છે બરડા ડુંગરમા 17 જેટલા સિંહો વસવાટ કરે છે જેને લઈ તકેદારીના ભાગરૂપે આ કામગીરી કરવામા આવી રહી હોવાનુ કહેવાય છે બરડા અભ્યારણ્યના વિકાસની વાત ચાલી રહી છે ત્યારે દેશી દારૂના દુષણને ડામવા માટે કવાયત હાથ ધરવામાં આવી હોવાનુ કહેવાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya