પાટણમાં ખાડાઓની સમસ્યા સામે, ધારાસભ્ય કિરીટ પટેલે જાતે ઉકેલ હાથ ધર્યો
પાટણ, 13 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તાઓ અને ઠેર-ઠેર પડેલા ખાડાઓના કારણે નાગરિકો પરેશાન છે. શહેરના વિવિધ વિસ્તારો અને મુખ્ય બજાર સહિતના રાજમાર્ગો પર ખાડાઓથી ટ્રાફિક અને અકસ્માતની સ્થિતિ ઉભી થઈ છે. પદ્મનાથ ચોકડી વિસ્તારના
પાટણમાં ખાડાઓની સમસ્યા સામે ધારાસભ્ય કિરીટ પટેલે જાતે ઉકેલ હાથ ધર્યો


પાટણ, 13 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તાઓ અને ઠેર-ઠેર પડેલા ખાડાઓના કારણે નાગરિકો પરેશાન છે. શહેરના વિવિધ વિસ્તારો અને મુખ્ય બજાર સહિતના રાજમાર્ગો પર ખાડાઓથી ટ્રાફિક અને અકસ્માતની સ્થિતિ ઉભી થઈ છે. પદ્મનાથ ચોકડી વિસ્તારના રહીશોએ આ સમસ્યા અંગે ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલને રજૂઆત કરી હતી, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ સંતોષકારક પગલાં ન લેવામાં આવતા, ધારાસભ્યે જાતે જ કામગીરી હાથ ધરી છે.

ડૉ. કિરીટ પટેલે કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને પદ્મનાથ ચોકડીથી સ્વદુરવીલા સોસાયટી સુધીના રસ્તા પર ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી છે. યશ ગ્રીન અને સ્વદુરવીલા સોસાયટી પાસે આર.સી.સી. ટ્રિમિક્સના ઉપયોગથી ખાડાઓ પૂરવામાં આવી રહ્યા છે. અંદાજે 15 ટન સામગ્રીનો ઉપયોગ કરીને રસ્તાની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

શહેરના નગરપાલિકા સત્તાધીશો લોકો માટે પાયાની સુવિધાઓ પણ પૂરી પાડી શકતા નથી એવી જનમત પ્રવર્તી રહી છે. ધારાસભ્ય અને તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી વિસ્તારના નાગરિકો માટે આશાની કિરણ સાબિત થઈ છે અને લોકોએ કાર્યની સરાહના કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande