પોરબંદર, 13 સપ્ટેમ્બર (હિ.સ.): જુનાગઢ ખાતે ચાલી રહેલી કોગ્રેસની પ્રશિક્ષણ શિબરમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા, તેઓ જુનાગઢથી બાઈ રોડ સાંજ પોરબંદર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. પોરબંદર એરપોર્ટ ખાતે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને પોરબંદર જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ સ્મૃતિભેટ આપી હતી તેમજ માલધારી સેલના પ્રમુખ રામભાઈ ઉલવા સહિતના માલધારી સમાજના આગેવાનોએ પાઘડી પહેરાવી આવકાર્યા હતા.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાથી પણ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેઓએ રાહુલ ગાંધીને પાઘડી પહેરાવી હતી તેમજ સમૃતિ ચિન્હ આપ્યું હતું. પોરબંદર એરપોર્ટ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે ટૂંકી મુલાકાત બાદ તેઓ પોરબંદરથી ખાસ પ્લેન મારફત દિલ્હી રવાના થયા હતા. પોરબંદર ખાતે રાહુલ ગાંધીની સાથે રહેલા ગુજરાત પ્રદેશના પ્રમુખ અમિત ચાવડાએ પત્રકારો સાથેની વાતચીત કરી હતી આ દરમિયાન તેઓએ જણાવ્ય હતુ કે, ગુજરાત સહિત દેશમા કોગ્રસને મજુબત કરવા માટે પ્રશિક્ષણ શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ છે. આગામી દિવસોમા પ્રજાના પ્રશ્નોને લઈ કોગ્રેસ મેદાને આવશે ભાજપના ભ્રષ્ટાચાર યુકત શાશનથી પ્રજા ત્રસ્ત બની છે. આગામી સ્થાનિક સ્વરાજય ચુંટણી પણ કોગ્રેસ જોમ અને જુસ્સા સાથે લડત આપશે કોગ્રેસમાંથી ભાજપ ગયેલા નેતા અંગે અમિત ચાવડા એવુ જણાવ્યુ હતુ કે કોગ્રેસે જેમને પદ અને પ્રતિષ્ઠા આપી છે તે પણ હાલ મંત્રી થવાની લાઇનમા ઉભા છે. કેટલાક નેતા લોભ-લાલચ અને બ્લેક મેલિગના કારણે પક્ષ છોડીને ગયા છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, સામા પક્ષે આંતરિક ગેગવોર ચાલી રહી છે.આગામી દિવસમા ગુજરાત અને દેશમા કોગ્રેસ જોમ અને જુસ્સા સાથે કામગીરી કરશે. રાહુલ ગાંધીને આવકારવા પોરબંદર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઓડેદરા, યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અજયભાઇ મોઢા, આઈ.ટી. સેલના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ દેવાંગ ભૂંડિયા, શહેર પ્રમુખ રાજવીર બાપોદરા, પોરબંદર કોંગ્રેસ મહિલા વિંગના જિલ્લા પ્રમુખ હીરાબેન ચામડીયા, શહેર પ્રમુખ શાંતાબેન મારું, શહેર પ્રમુખ વિપુલ ચંદારાણા, જિલ્લા મહામંત્રી કાંતિભાઈ બુધેચા, મહામંત્રી પોપટભાઈ ચાંચિયા, ઉપપ્રમુખ જયેશભાઈ ઓડેદરા, માછીમારી સેલના પ્રમુખ પ્રતાપ સેરાજી, માલધારી સેલના પ્રમુખ રામભાઈ ઉલવા, કિશાન સેલ પ્રમુખ પ્રતાપ કેશવાલા, પોરબંદર તાલુકા એસ.સી ડીપાર્ટમેન્ટ પ્રમુખ તેજસ સાદિયા, કોંગ્રેસ આગેવાન નારણભાઈ ચાંચિયા, રાજેશભાઈ ચામડીયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya