પ્રોહીબિશનના ગુન્હામાં ફરાર આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ
પોરબંદર, 13 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશના અને મીઠાપુરના પ્રોહિશનના ગુન્હામા નાસતા ફરતા આરોપીને બગવદર પોલીસ સ્ટેશન નજીકથી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી લીધો હતો. રાણાકંડોરણા ગામે રહેતો અને ડ્રાઇવીગનો વ્યવસાય કરતા રણજીત ઉર્ફે રણીયો
પ્રોહીબિશનના ગુન્હામાં ફરાર આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.


પોરબંદર, 13 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશના અને મીઠાપુરના પ્રોહિશનના ગુન્હામા નાસતા ફરતા આરોપીને બગવદર પોલીસ સ્ટેશન નજીકથી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી લીધો હતો.

રાણાકંડોરણા ગામે રહેતો અને ડ્રાઇવીગનો વ્યવસાય કરતા રણજીત ઉર્ફે રણીયો લીલાભાઇ ભુતીયા નામના શખ્સ સામે હાર્બર મરીન પોલીસ અને મીઠાપુર પોલીસ સ્ટેશનમા પ્રોહિબીશન હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો હતો આ શખ્સ છેલ્લા સાત માસથી નાસતો ફરતો હતો આ શખ્સ બગવદર હોવાની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોડે વોચ ગોઠવી ઝડપી લીધો હતો અને તેમનો કબ્જો હાર્બર મરીન પોલીસને સોંપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande