પોરબંદર, 13 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર ગ્રામ્ય ડિવિઝન અને રાણાવાવ ડિવિઝનમા પોલીસ દ્રારા પકડવામા આવલા દેશી અને વિદેશી દારૂના જથ્થાના નાશ કરવાની કામગીરી પોરબંદરના ઇન્દીરાનગર ખાતે દરિયા કિનારે કરવામા આવી હતી આ આ અંગે ગ્રામ્ય ડિવાયએસીપી સુરજીત મહેંડુએ વિગત આપતા જણાવ્યુ હતુ કે પોરબંદર જીલ્લાના ગ્રામ્ય અને રાણાવાવ ડિવિઝન હેઠળના પોલીસ સ્ટેશન દ્રારા પકડવામા આવેલા દેશી અને વિદેશી દારૂના નાશ કરવાની કામગીરી ઈન્દીરાનગર ખાતેના દરિયા કિનારે કરવામાં આવી છે.
પોરબંદર અને કુતિયાણાના પ્રાંત અધિકારી અને મામલતદારની ઉપસ્થિતિમા દારૂનો નાશ કરવામા આવ્યો હતો જેમાં રૂ.14,35280 કિંમતનો 7480 લીટર દેશી દારૂ તેમજ વિદેશી દારૂની 13847 બોટલ જેમની કિંમત ३.40,79,722 કુલ અંદાજે કિંમત રૂ.56 લાખ જેવી થવા જાઇ છે. આ દારૂના જથ્થા પર બુલડોઝર ફરેવી દેવામા આવ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya