આર્ય કન્યા ગુરુકુલની વિદ્યાર્થીનિઓ, એથ્લેટીક્ રમતમાં અવ્વલ.
પોરબંદર, 13 સપ્ટેમ્બર (હિ.સ.)આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમમાં સંગીત, નૃત્ય, કલા, યોગ, કરાટેની સાથે-સાથે સ્પોર્ટ્સને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે ત્યારે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા અંતર્ગત આયોજીત જીલ્લા કક્ષાની એથ્લેટીક રમતોમાં અન્ડર 19માં કાજ
આર્ય કન્યા ગુરુકુલની વિદ્યાર્થીનિઓ એથ્લેટીક્ રમતમાં અવ્વલ.


આર્ય કન્યા ગુરુકુલની વિદ્યાર્થીનિઓ એથ્લેટીક્ રમતમાં અવ્વલ.


આર્ય કન્યા ગુરુકુલની વિદ્યાર્થીનિઓ એથ્લેટીક્ રમતમાં અવ્વલ.


પોરબંદર, 13 સપ્ટેમ્બર (હિ.સ.)આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમમાં સંગીત, નૃત્ય, કલા, યોગ, કરાટેની સાથે-સાથે સ્પોર્ટ્સને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે ત્યારે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા અંતર્ગત આયોજીત જીલ્લા કક્ષાની એથ્લેટીક રમતોમાં અન્ડર 19માં કાજલ સુંડાવદરા લાંબી કૂદ તથા 200 મીટર દોડમાં પ્રથમ ક્રમાંકે, હેતલ રંગપરા 1500 મીટર તથા 100 મીટર દોડમાં પ્રથમ, વૃતિ ડોડીયા 400 મીટર દોડમાં પ્રથમ અને 800 મીટર દોડમાં દ્વિતીય, ભક્તિ દત્તાણી 100 મીટર હર્ડલ્સમાં પ્રથમ, વર્ષા જમરિયા બરછી ફેંક અને ચક્રફેંકમાં પ્રથમ નંબરે વિજેતા થયા છે.

તેમજ અન્ડર 17 માં ધાર્મી ભેડા 3000 મીટર દોડમાં પ્રથમ, ભારતી મોકરીયા 800 મીટર દોડમાં પ્રથમ, રંગપરા દિવ્યા 400 મીટર દોડમાં પ્રથમ, નેહા ઓડેદરા 400 મીટર હર્ડલ્સમાં પ્રથમ, જયશ્રી પરમાર 200 મીટર દોડમાં દ્વિતીય, ગિરિજા પાગેદાર 100 મીટર દોડમાં દ્વિતીય, અંજલી ઓડેદરા 100 મીટર હર્ડલ્સમાં દ્વિતીય, પીઠડીયા પ્રાર્થના બરછી ફેંકમાં દ્વિતીય સ્થાને વિજેતા થયેલ છે તો અન્ડર 14માં લક્ષ્મી લાખણોત્રા ચક્રફેંકમાં પ્રથમ, હેતલ સુંડાવદરા 80 મીટર હર્ડલ્સમાં દ્વિતીય સ્થાને વિજેતા થયેલ છે.આ તમામ વિજેતા વિદ્યાર્થિનીઓને તથા તેમને તૈયાર કરનાર એમના સ્પોર્ટ્સ કોચ નિરાલીબેન ગુજરાતી અને સહયોગી કાજલબેન નંદાણીયાને સમગ્ર ટ્રસ્ટીઓ, સુરેશભાઈ કોઠારી, ગુરૂજનો તથા આચાર્યા ડૉ. રંજના મજીઠીયાએ અભિનંદન સાથે રાજ્યકક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande