પોરબંદર, 13 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા અવાર-નવાર સ્કૂલ કોલેજ તેમજ જાહેર સ્થળોએ જ્યાં ટ્રાફિક વધુ થતો હોય ત્યાં ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે.
જેમાં ઉપસ્થિત જનતાને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન કરવા જણાવવામાં આવે છે. ત્યારે ગત તા. 11 સપ્ટેમ્બરના રોજ ટ્રાફિક પોલીસ દ્વારા પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં જે લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા, હેમ્લેટ પણ પહેર્યું હોય તેમજ તમામ દસ્તાવેજો સાથે હોય તેવા વાહનચાલકોને પોલીસ દ્વારા ગુલાબના ફૂલો આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya