અમરેલીની સહકારી સંસ્થાઓની વાર્ષિક સભામાં CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ
અમરેલી, 14 સપ્ટેમ્બર (હિ.સ.) આવતા ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લામાં યોજાનારી સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેવાના છે. આ અવસરે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, અમર ડેરી
અમરેલીની સહકારી સંસ્થાઓની વાર્ષિક સભામાં CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ


અમરેલી, 14 સપ્ટેમ્બર (હિ.સ.)

આવતા ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લામાં યોજાનારી સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેવાના છે. આ અવસરે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, અમર ડેરી અમરેલી, જિલ્લા સહકારી સંઘ અને જિલ્લા ખરીદ-વેચાણ સંઘ જેવી અગ્રણી સંસ્થાઓની વાર્ષિક સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ગઈ કાલે અમર ડેરી ખાતે પદાધિકારીઓ અને સહકારી અગ્રણીઓની વિશેષ બેઠક મળી હતી. બેઠક દરમિયાન સભા સંચાલનથી લઈને આયોજનની સુક્ષ્મ બાબતો પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સહકારના આ મહાકુંભમાં ખેડૂતો, સહકારી સભ્યો, પ્રતિનિધિઓ અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાશે એવી ધારણા છે.

મુખ્યમંત્રીની હાજરીથી સહકારી ક્ષેત્રને નવી પ્રેરણા મળશે તેમજ સંસ્થાઓના આગામી વિકાસ માટે માર્ગદર્શન મળશે તેવી સહકારી આગેવાનોમાં આશા વ્યક્ત થઈ રહી છે. અમરેલી જિલ્લાના સહકાર આંદોલન માટે આ પ્રસંગ ઐતિહાસિક સાબિત થશે તેવી ચર્ચા સહકારી વર્તુળોમાં જોરશોરથી ચાલી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande