ગીર સોમનાથ સુત્રાપાડા ખાતે, પાંચમો વિદ્યાર્થી સન્માન સમારોહ – 2025
ગીર સોમનાથ 14 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ સુત્રાપાડા શહેરમાં માંધાતા ગ્રુપ તથા સમસ્ત કોળી સમાજના સંયુક્ત ઉપક્રમે કોળી સમાજની વાડી ખાતે, ભવ્ય પાંચમો વિદ્યાર્થી સન્માન સમારોહ – 2025 યોજાશે. આ સન્માન સમારોહમાં ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓમાં જે વિદ્યા
સુત્રાપાડા ખાતે પાંચમો વિદ્યાર્થી સન્માન


ગીર સોમનાથ 14 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ સુત્રાપાડા શહેરમાં માંધાતા ગ્રુપ તથા સમસ્ત કોળી સમાજના સંયુક્ત ઉપક્રમે કોળી સમાજની વાડી ખાતે, ભવ્ય પાંચમો વિદ્યાર્થી સન્માન સમારોહ – 2025 યોજાશે.

આ સન્માન સમારોહમાં ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓમાં જે વિદ્યાર્થીઓને એકથી ત્રણ ક્રમાંક પ્રાપ્ત થયો છે, તેવા તેજસ્વી તારલાઓનું વિશેષ સન્માન કરવામાં આવશે. વિદ્યાર્થીઓના પરિશ્રમને પ્રોત્સાહિત કરવા તથા સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સમાજના આગેવાનો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ શિક્ષણપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજરી આપશે. સમાજના અંદર શૈક્ષણિક યજ્ઞને આગળ ધપાવવા અને ભવિષ્યના ઉજ્જવળ નાયકોએ પ્રોત્સાહન આપવા આ સન્માન સમારોહ મહત્ત્વનો બની રહેશે.

આ કાર્યક્રમ માટે પ્રમુખ માંધાતા ગ્રુપ ગીર સોમનાથ રામભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ હરેશભાઈ કામળિયા, પ્રમુખ માંધાતા ગ્રુપ સુત્રાપાડા શહેર સાદુભાઈ કામળીયા, ઉપપ્રમુખ યોગેશભાઈ સોલંકી, સામતભાઈ વાજા તથા સમસ્ત માંધાતા ગ્રુપ અને સમસ્ત કોળી સમાજ દ્વારા સૌને સહર્ષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande