ગીર સોમનાથ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર-સોમનાથ પોલીસ અધિક્ષક જયદિપસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ નાઓ તરફથી ગીર સોમનાથ જીલ્લામાંથી ગાંજા/ચરસ/ડ્રગ્સ જેવા નશીલા પદાર્થની બદી સંદતર નાબુદ કરવા માટે એન.ડી.પી.એસ. ના કેશો શોધી કાઢવા આપેલ સુચના મુજબ.
તા.૧૨/૦૯/૨૦૨૫ ના પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી તથા પો.સબ.ઇન્સ આર.આર.રાયજાદા તથા પોલીસ સ્ટાફ દ્વારા પો.કોન્સ. રવિકુમાર રામસિંગભાઇ ગોહિલ નાઓની બાતમી આધારે વેરાવળ ગીતાનગર-૧ આવાસ યોજના પાસેથી માદક પદાર્થ ગાંજાના પાંદળા ડાળખાઓ બીજ સાથેના લીલા સુસ્ત જેવા ભેજવાળા વનસ્પતિ જન્ય પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડી વેરાવળ સીટી પો.સ્ટે. માં એન.ડી.પી.એસ. કલમ ૮(સી),૨૦(બી)(ii)(બી),૨૯ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી-
ભાવેશ સોમાભાઇ ચાંડપા ઉ.વ.૩૧ ધંધો-મંડપ સર્વિસનો રહે.વેરાવળ મફતીયાપરા અયપ્પા મંદિર પાસે તા.વેરાવળ
આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દામાલ
(૧)માદક પદાર્થ ગાંજો નેટ વજન ૧૬૪૮ ગ્રામ કિ.રૂ. ૧૬૪૮૦/-
(૨)વજન કાંટો-૦૧ કિ.રૂ.૨૦૦/-
(૩)માદક પદાર્થ ભરેલ હતો તે રેગજીનનો થેલો-૦૧ કિ.રૂ.૧૦૦/-
(૪)મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૫૦૦૦/-
(૫)હિરો સુપર સ્લ્પેન્ડર મો.સા. -૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/-
કુલ કિ.રૂ.૩૧૭૮૦/-
આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ
(૧) વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૯૨૦૦૭૫૭/૨૦૨૫ આઇ.પી.સી. કલમ ૧૮૮, વિગેરે મુજબ
(૨)પ્રભાસ પાટણ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૪૨૨૦૦૨૮/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૨૫,૩૨૪,૧૪૩,૧૪૪, વિગેરે મુજબ
કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ:-
એચ.આર.ગોસ્વામી પોલીસ ઇન્સપેકટર વેરાવળ સીટી પો.સ્ટેશન, આર.આર.રાયજાદા પો.સબ.ઇન્સ. તથા એ.એસ.આઇ. જેઠાભાઇ વિરાભાઇ, એ.એસ.આઇ.હરેશભાઇ લખમણભાઇ, પો.હેડ.કોન્સ. સુનિલભાઇ માંડણભાઇ, પો.હેડ.કોન્સ. પ્રદિપસિંહ વાલાભાઇ, પો.કોન્સ. અશોકભાઇ હમિરભાઇ, પો.કોન્સ. જયેશભાઇ બાલુભાઇ, પો.કોન્સ. રાજદિપસિંહ ઘનશ્યામસિંહ, પો.કોન્સ. દિપકભાઇ વજુભાઇ, પો.કોન્સ. સુનીલભાઇ બાલુભાઇ, તથા ગીર સોમનાથ FSL અધિ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ