જામનગર શહેર અને તાલુકાના દરેડમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત 11ની અટકાયત
જામનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર શહેર તેમજ દરેડ ગામે પોલીસે જુગાર અંગે દરોડા પાડી પાંચ મહિલાઓ તથા એકીબેકીનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઈ રોકડ રકમ સહિતનો સામાન કબ્જે કર્યો છે. જામનગર નજીકના દરેડ ગામે મુરલિધર સોસાયટીમા રાયકા ચોકમાં જાહેરમાં જુ
જુગાર પ્રતીકાત્મક તસ્વીર


જામનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગર શહેર તેમજ દરેડ ગામે પોલીસે જુગાર અંગે દરોડા પાડી પાંચ મહિલાઓ તથા એકીબેકીનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઈ રોકડ રકમ સહિતનો સામાન કબ્જે કર્યો છે.

જામનગર નજીકના દરેડ ગામે મુરલિધર સોસાયટીમા રાયકા ચોકમાં જાહેરમાં જુગાર રમી રહેલાં રામીબેન ધનાભાઈ માતકા, રૂકશાનાબેન ઈરફાનભઈ ખફી, શોભનાબા સંજયસિંહ ગોહીલ, માલીબેન નાગજીભાઈ માતકા, રાનૂબેન નાથાભાઈ માવલીયા નામના પાંચ મહિલાઓને રૂા.3530 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

જ્યારે શહેરના નાગેશ્ર્વર વિસ્તાર વ્હોરાના હજીરા પાસેથી જાહેરમાં ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમી રહેલાં હમીરભાઈ દેવાભાઈ ગોજીયા, પુંજાભાઈ નારણભાઈ સાગઠીયા નામના બે શખ્સોને 500 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. તેમજ શહેરના ત્રણ દરવાજા પાસે જાહેરમાં એકીબેકીનો જુગાર રમી રહેલાં નાથાભાઈ પાલાભાઈ ધુલીયા, દીનેશભાઈ મગનલાલ ચંદ્રપાલ નામના બે શખ્સોને 410 ની રોકડ સાથે પકડી પાડ્યાં હતાં.

ઉપરાંત દરબારગઢ સર્કલ નજીક રિક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં એકીબેકીનો જુગાર રમી રહેલાં સંજયભાઈ જયસુખભાઈ વારા, બીરજુ ઉર્ફે બીલ્લો રાજુભાઈ ડાભી નામના બે શખ્સની 210 ની રોકડ સાથે અટકાયત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande