જામનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પર ગત મોડી રાત્રી ના એક સ્વીફટ કારમાં અચાનક આગ ભભુકી ઉઠતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી અને ફાયરે આગ બુજાવી હતી.
આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. જ્યારે આ ઘટનાની જાણ ફાયરને કરાતાં ફાયર ફાઇટરોની ટીમે દોડી જઇ પાણીનો મારો ચલાવી, આગ પર કાબુ મેળવ્યો હતો.
આ બનાવના પગલે સિટી-સી ડિવિઝનના પોલીસ સ્ટાફે દોડી જઈ ટ્રાફિક કલીયર કરાવ્યો હતો. જો કે સદનશીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ કારમાં નુકશાની થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt