પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પર રાણાવાવ પોલીસે વધુ એક વખત દરોડો પાડયો હતો જોકે બુટલગર દર વખતની જેમ હાજર મળી આવ્યો ન હતો.
રાણાવાવના થોરીયાનેશ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હોવાની બાતમીના આધારે રાણાવાવ પોલીસે દરોડો પાડયો હતો આ દરમ્યા દેશી દારૂનો આથો 600 લીટર અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.17,800નો મુદામાલ કબ્જે કર્યો હતો દરોડા દરમ્યાન વિજફાડીયાનેશ ખાતે રહેતો બુટલેગર બધા નારણ કોડીયાતર હાજર મળી આવ્યો ન હતો તેમની સામે પ્રોહિબીશન હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya