જામનગર પંથકની જુદી-જુદી 12 પવનચક્કીઓમાંથી રૂ.86 હજારના કેબલની ચોરી
જામનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) :જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના અરલા ગામ તેમજ મોટી વાવડી ગામ સહિતની સીમ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા અલગ અલગ પવન ચક્કી લગાવવામાં આવેલી છે, જે પૈકી 12 જેટલી પવનચક્કીમાંથી કોઈ તસ્કરો આશરે 144 મીટર કોપરના અર્થિંગ વાયરની ચો
ચોર ફાઈલ ફોટો


જામનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) :જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના અરલા ગામ તેમજ મોટી વાવડી ગામ સહિતની સીમ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા અલગ અલગ પવન ચક્કી લગાવવામાં આવેલી છે, જે પૈકી 12 જેટલી પવનચક્કીમાંથી કોઈ તસ્કરો આશરે 144 મીટર કોપરના અર્થિંગ વાયરની ચોરી કરી લઈ ગયા હતા.

જે ચોરીના બનાવ અંગે ખાનકી કંપનીના સિક્યુરિટી ઇન્ચાર્જ જયેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં કુલ રૂપિયા 86,400 ની કિંમતના કોપરના અર્થિંગ કેબલની ચોરી થઈ ગયાની ફરિયાદ નોંધાવી છે, જે મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande