પાટણ એપીએમસીમાં નવરાત્રીના પ્રથમ દિવસે કપાસની હરાજી શરૂ
પાટણ, 16 સપ્ટેમ્બર (હિ.સ.): નવરાત્રિના પ્રથમ દિવસે પાટણ એપીએમસીમાં કપાસની નવી સીઝનની શરૂઆત થઈ રહી છે. પ્લોટ નં. ૫૧ ખાતે સવારે ૯:૧૫ કલાકે હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલએ જણાવ્યું હતું કે ખુલ્લી હરાજી, ખરું તોલ અ
પાટણ એપીએમસીમાં નવરાત્રીના પ્રથમ દિવસે કપાસની હરાજી શરૂ


પાટણ, 16 સપ્ટેમ્બર (હિ.સ.): નવરાત્રિના પ્રથમ દિવસે પાટણ એપીએમસીમાં કપાસની નવી સીઝનની શરૂઆત થઈ રહી છે. પ્લોટ નં. ૫૧ ખાતે સવારે ૯:૧૫ કલાકે હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલએ જણાવ્યું હતું કે ખુલ્લી હરાજી, ખરું તોલ અને રોકડ નાણાંના વ્યવહારના કારણે માત્ર ઉત્તર ગુજરાત નહીં પરંતુ રાજ્યના અન્ય વિસ્તારોના ખેડૂતો પણ તેમની ઉપજ વેચવા અહીં આવે છે.

ગત વર્ષે પાટણ એપીએમસીમાં ૧,૯૯,૮૫૮ ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી. આ વર્ષે પણ મોટા પ્રમાણમાં કપાસની આવક થવાની શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી વ્યવસ્થાઓ પહેલેથી જ કરવામાં આવી છે.

એપીએમસીના ચેરમેન, વાઈસ ચેરમેન, ડિરેક્ટરો અને સ્ટાફ સતત કાર્યરત રહે છે જેથી ખેડૂતોને યોગ્ય વળતર મળે અને તેમને કોઈ મુશ્કેલી ન પડે. આ કારણે પાટણ એપીએમસીએ રાજ્યભરના ખેડૂતોનો વિશ્વાસ અને લોકચાહના હાંસલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande