નવરાત્રીના માટીના ગરબા બનાવતા સોમનાથના ભાલકાના કાના બાપા નો ચાકડો ઘૂમતો જાય... પેટનો ખાડો પુરવા સંધુય કુટુંબ નવરાત્રી ના ગરબા બનાવવામાં વ્યસ્ત
ગીર સોમનાથ 16 સપ્ટેમ્બર (હિ.સ.) નવરાત્રિના દિવસો આગમનનું કાઉન્ટ ડાઉન થઈ ચૂક્યું છે ત્યારે સોમનાથના ભાલકા ગામે 66 વર્ષે બુઝર્ગ કાના ભાણા જેઠવા પૂર જોરથી પોતાના ઈલેક્ટ્રીક ચાકડાથી માટીના પિંડ ઉપર આંગળીના ટેરવાથી નવરાત્રિના ગરબા થાક અને સમયની ફરવા કર્યા
આજ માંનો ગરબો ધૂમતો જાય


ગીર સોમનાથ 16 સપ્ટેમ્બર (હિ.સ.) નવરાત્રિના દિવસો આગમનનું કાઉન્ટ ડાઉન થઈ ચૂક્યું છે ત્યારે સોમનાથના ભાલકા ગામે 66 વર્ષે બુઝર્ગ કાના ભાણા જેઠવા પૂર જોરથી પોતાના ઈલેક્ટ્રીક ચાકડાથી માટીના પિંડ ઉપર આંગળીના ટેરવાથી નવરાત્રિના ગરબા થાક અને સમયની ફરવા કર્યા વગર ઉતારે રાખે છે

આમ તો કાના બાપા માટીના ઘડા.દોણી.ચપલા.નાદ બનાવે છે પરંતુ નવરાત્રી પહેલા તો માત્ર ગરબા અને કોડીયા જ બનાવે છે.

તેઓની આખી પેઢી આ કામમાં જ ગઈ છે તેઓ કહે છે હું મારા ગામની માટી લાટી થી અને મોરબી થી મંગાવેલ માટી ભેગી કરી તેને માટીમાં ગાડી પછી તેમાં લાકડાનો વેર નાખી માટીનો પિંડો જમાવાય છે તેને ગરબાનો આકાર આપી પછી તડકે ચૂકવવા મૂકી તેને અગ્નિના નિભાડે પકડાવી મારે ઘેરે પહોંચાડાય છે

જ્યાં તેઓના પુત્ર સુરેશ. પુત્રવધુ જલ્પા સુરેશ જેઠવા તથા પરિવારના નિરાલી આશિષ કુકડીયા આમ એક જ ઘરનો પરિવાર શેર ગરબા ને પહેલા સફેદ કલરનું અસ્તર કરે પછી તેની ઉપર પાકો લાલ કલર તેમજ ગરબાના કાંઠલાને લેશ સોનેરી વાળી ઝરી પટ્ટીથી તેમજ ગરબાના બેઠક ભાગને સોનેરી પટ્ટી તથા ગરબાના ગોળાકાર ભાગને કોનથી ડિઝાઈન દોરી તેની ઉપર આભલા કોડી કે અન્ય પેઇન્ટિંગો કરી શુશોભિત બનાવાય છે

અને એ બધા ગરબાને છાપાના કાગળમાં અલગ અલગ લપેટી સમૂહમાં બજાર સુધી પહોંચાડાય છે જલ્પાબેન કહે છે અમારે ત્યાં રૂપિયા 30 થી 100 સુધીના જ બને છે ગરબા ઉપર કલર કામમાં સફેદ .લાલ. પીળો .બ્લુ .લીલો મુખ્ય હોય છે

આ બધા પાછળ અમારી બે મહિનાની સખત મહેનત હોય છે જે સવારથી સાંજ સુધી બસ આજ કામ કરીએ છીએ જો આપણે ગરીબો ના ઘરમાં દિવાળીના દીવડા અને જઠરાગ્નિન ખારવા માંગતા હોય તો અને માના આશીર્વાદ શક્ય છે મળી જાય તે માટે લોકલ ફોર વોકલ એવા તેવા લોકો પાસેથી ગરબાઓ ખરીદીએ તો કદાચ આપણી ખુશી પણ બેવડાય અને ગરીબોના ઘરમાં પણ અજવાળું પથરાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande