કોડિનાર ખાતે સફાઈ કામદારો માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિષયક સેમિનારનું આયોજન કરાયું
ગીર સોમનાથ 16 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્યભરમાં ચાલી રહેલા સફાઇ અભિયાનના ભાગરૂપે લોહાણા મહાજન સમાજ વાડી, કોડિનાર ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિષય પર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કર્મચારીઓ, સફાઈ કામદારો, સફાઈ નિરી
કોડિનાર ખાતે સફાઈ કામદારો


ગીર સોમનાથ 16 સપ્ટેમ્બર (હિ.સ.)

રાજ્યભરમાં ચાલી રહેલા સફાઇ અભિયાનના ભાગરૂપે લોહાણા મહાજન સમાજ વાડી, કોડિનાર ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિષય પર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નગરપાલિકાના કર્મચારીઓ, સફાઈ કામદારો, સફાઈ નિરીક્ષકો તથા સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. અભિયાન દરમિયાન ઉપસ્થિત સભ્યોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના હાનિકારક પ્રભાવ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સાથે જ, તેના વિકલ્પોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તથા પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે દૈનિક જીવનમાં કયા ઉપાયો અપનાવી શકાય તે અંગે સમજણ અપાઈ હતી.

આ અવસરે વક્તા ડૉ. ધવલ વારગીયા તથા આકાશ ભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે સૌને સંદેશ આપ્યો હતો કે, પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનીને નાના-નાના બદલાવ દૈનિક જીવનમાં લાવવાથી જ સ્વચ્છતા અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ આગળ વધવું શક્ય છે.

કાર્યક્રમમાં કોડીનાર શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ પરમાર તથા નગર સેવક માનસિંહભાઈ જાદવ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં. અને તેમણે પણ પોતાના માર્ગદર્શક શબ્દો દ્વારા સૌને પર્યાવરણ સંરક્ષણ તરફ પ્રેરિત કર્યા હતાં. આ અભિયાન દ્વારા નગરપાલિકાના કર્મચારીઓ, સફાઈ કામદારો, સફાઈ નિરીક્ષકો તથા સ્વયંસેવકોમાં પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા પ્રત્યે નવી જાગૃતિનો સંદેશ ફેલાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande