વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસની ઉજવણી વાયુ પ્રદૂષણ જાગૃતિ સપ્તાહના નિબંધ તથા ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત કરાયા
ગીર સોમનાથ 16 સપ્ટેમ્બર (હિ.સ.) ઓઝોન સ્તર એ પૃથ્વીની ઢાલ સમાન છે. દિવસે અને દિવસે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે ઓઝોન સ્તરને મજબૂત બનાવવું જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૬ સપ્ટેમ્બરનો દિવસ “ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુ
વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસની ઉજવણી વાયુ પ્રદૂષણ જાગૃતિ સપ્તાહના નિબંધ તથા ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત કરાયા


ગીર સોમનાથ 16 સપ્ટેમ્બર (હિ.સ.)

ઓઝોન સ્તર એ પૃથ્વીની ઢાલ સમાન છે. દિવસે અને દિવસે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે ઓઝોન સ્તરને મજબૂત બનાવવું જરૂરી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૬ સપ્ટેમ્બરનો દિવસ “ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજના એનએસએસ યુનિટ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તથા ઇન્ડિયન રેયોનના સંયુક્ત ઉપક્રમે સેમિનાર યોજાયો હતો.

આ સેમિનાર દરમિયાન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજીયોનલ ઓફિસર એ. ઓ.ત્રિવેદીએ વાયુની શુદ્ધિ માટેના સૂચકાંક, ઉદ્યોગોને અનુસરવાના ધોરણો અને ઓઝોન સ્તરના સંરક્ષણની અગત્યતા અંગે વિગતવાર માહિતી આપી હતી.

સલામતી વિભાગના જનરલ મેનેજર શૈલેન્દ્ર રાઠોડે ઉદ્યોગો દ્વારા વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે હાથ ધરવામાં આવતા વિવિધ પગલાંઓ અંગે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ તમામ સ્ટાફ અને કોલેજના વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણની કટિબદ્ધતા અંગે પ્રતિજ્ઞા લીધી હતી.

કાર્યક્રમ અંતે વાયુ પ્રદૂષણ જાગૃતિ સપ્તાહ દરમ્યાન યોજાયેલી નિબંધ તથા ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ઇન્ડિયન રેયોન તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્યના માર્ગદર્શન હેઠળ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. સચિન એમ. સીતાપરાએ કર્યું હતું.

આચાર્ય ડૉ. સ્મિતાબી. છગે તેમના સંબોધનમાં જણાવ્યું કે આજના યુગમાં પર્યાવરણનું રક્ષણ દરેક નાગરિકની જવાબદારી છે. વિદ્યાર્થીઓએ જાગૃત થઈને પ્રકૃતિના સંરક્ષણ માટે નાનાં-નાનાં પરંતુ મહત્વપૂર્ણ પગલાં ભરવા જોઈએ. કોલેજના વિવિધ શૈક્ષણિક તથા સામાજિક કાર્યક્રમો દ્વારા પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ સમાજ સુધી પહોંચાડવો એ જ સાચી ઉજવણી ગણાય.

આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ રિજીયોનલ ઓફિસર કેતન ભારડીયા તથા ઇન્ડિયન રેયોનના પર્યાવરણ અને સલામતી વિભાગના જનરલ મેનેજર તથા તેમની ટીમ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande