પોષણ ઉત્સવ-2025: પાટણમાં પૌષ્ટિકતા તરફ એક શક્તિશાળી પગલું
પાટણ, 16 સપ્ટેમ્બર (હિ.સ.): હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના રંગભવન હોલમાં પોષણ ઉત્સવ-2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન આઈ.સી.ડી.એસ. અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમ
પોષણ ઉત્સવ-2025: પાટણમાં પૌષ્ટિકતા તરફ એક શક્તિશાળી પગલું


પાટણ, 16 સપ્ટેમ્બર (હિ.સ.): હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના રંગભવન હોલમાં પોષણ ઉત્સવ-2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન આઈ.સી.ડી.એસ. અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ અને સરસ્વતી તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન ટેક હોમ રાશન અને મિલેટ (શ્રીઅન્ન) પરથી તૈયાર કરાયેલ પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં બંને કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર આંગણવાડી બહેનોને પ્રમાણપત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે કાર્યકર બહેનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે બાળકોને કુપોષણમુક્ત બનાવવું એ દરેકના સહયોગથી શક્ય છે. તેમણે તંદુરસ્ત સમાજના નિર્માણ માટે આંગણવાડીની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યુ હતું. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ, ભાવેશભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો તથા પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળી સહિત આંગણવાડીની મુખ્ય સેવિકાઓ, કાર્યકરો, ICDSના અધિકારીઓ, કર્મચારીઓ તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande