પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર નગરપાલિકામાથી મહાનગરપાલિકા બન્યા બાદ હાલ અધિકારી શાશન ચાલી રહ્યુ છે.આગામી ફેબ્રુઆરી માસમાં મનપાની ચુંટણી યોજાનાર છે.
ત્યારે રાજકીય પક્ષો દ્રારા તૈયારી શરૂ કરવામા આવી હોવાનુ કહેવાય છે. ચુંટણી પૂર્વે તૈયારીઓ શરૂ કરી છે. ભાજપ દ્રારા દરેક વોર્ડમા મીટીંગનો ધમધમાટ શરૂ કરી દેવામા આવ્યા છે. પોરબંદર નગરપાલિકામા 2008થી ભાજપનુ શાશન હતુ હવે મનપામા પણ ભાજપ પોતાનુ શાશન લાવા મથમાણ કરી રહ્યુ હોવાની ચર્ચા જોવા મળી રહી છે બીજી તરફ કોગ્રસ પણ બેઠી થઈ અને મનપાની તૈયારીઓઓ શરૂ કરી રહી છે તેમણે પણ વોર્ડ વાઇઝ મીટીંગ શરૂ કરી છે. આમ આદમી પાર્ટી પણ મનપા કબ્જે કરવાના સ્વપ્ન સેવી રહ્યુ છે તેમણે લોકોના મુદાઓ ઉઠાવી મેદાન આવ્યુ છે.
દિવાળી બાદ હજુ પણ રાજકીય પક્ષો વધુ જોરથી તૈયારીઓ કરે તેવી લાગી રહ્યુ છે. પોરબંદરમા સ્થાનિક મુદાઓ અને ઉદ્યોગોને લઈ લોકોમા ભારે નારાજગી જોવા મળી રહી હોવાનુ કહેવાય છે. આવી સ્થિતિમાં મનપામા કોણ મેદાન મારશે તેની ચર્ચાઓ અત્યારથી શરૂ થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya