પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર નજીકના બખરલા તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વીજ સમસ્યા જોવા મળી રહી છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય આથી બખરલા ગામના યુવા સરપંચ અરશીભાઈ ખુંટીએ બખરલા 66 કે.વી સપ્ટેશનની મુલાકાત લઈ પીજીવીસીએલના અધિકારી વિસાણા, થાનકી અને ગોહેલને રૂબરુ મળી રજુઆત કરતા આગામી બે ત્રણ દિવસમાં વીજ સમસ્યાના નિરાકરણની ખાતરી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya