પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના ઘેડ પંથકના રસ્તાઓ માટે આઠ કરોડ રૂપિયા મંજુર થયા છે.
રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની સરકારને રૂબરૂ રજુઆતથી કડછ-મંડેર રોડ 4.20 કી.મી. માટે રૂ.૫ કરોડ 70 લાખ અને રામગઢ એપ્રોચ રોડ 2.00 કી.મી. માટે રૂ.2 કરોડ 25 લાખ રિસર્વેશિંગ માટે મંજુર કરી આપેલ એ બદલ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya