પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના કિંતિમંદિર પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના કેસમા છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોડે વડોદરાથી ઝડપી લીધો હતો. પોરબંદરના ર્કિતિમંદિર પોલીસ સ્ટેશનમા જીતેશ ઉર્ફે જીતેન્દ્ર જેતમલભાઈ રાણા સામે છે.
વિશ્વાઘાતની ફરીયાદ નોંધાય હતો અને છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો હતો આ શખ્સ બરોડા ખાતે હોવાની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોડે તેમને બરોડા ખાતેથી ઝડપી લીધો હતો અને તેમનો કબ્જો ર્કિતિ મંદિર પોલીસને સોંપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya