પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જીલ્લામા અપમૃત્યુના બનાવથી ભારે ગમગીની છવાય ગઈ હતી પોરબંદરના છાયા રઘુવંશી સોસાયટી વિસ્તારમાં રહેતા રેખાબેન મુળજી રૂઘાણી (ઉ.વ64)નામના વૃધ્ધા છેલ્લા 28 વર્ષથી માનસીક બિમારીથી પીડાતા હોય આથી કંટાળી પોતાના ઘરે એસીડ પી આપઘાત કરી લીધા હતા આ બનાવને લઈ ભારે ગમગીની છવાઇ ગઇ હતી કુતિયાણા તાલુકાના દેવડા ગામે રહેતા લાખીબેન મુરૂભાઇ ગેરજા માલબાર સીમ વિસ્તારમા આવેલી વાડીના મકાનના રસોડામા છાશ બનાવતી વેળાએ ઇલેકટ્રીક મોટરના કારણે વીજ શોક લાગતા તેમનુ મોત નિપજયુ હતુ આ બનાવને લઈ ભારે શોક છવાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya