પોરબંદરના પીઢ પત્રકાર હેમેન્દ્રભાઈ પરેખનુ 88 વર્ષની વયે નિધન
પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના પીઢ અને નીડર પત્રકાર હેમેન્દ્રભાઈ પરેખનુ 88 વર્ષની વયે નિધન થતા પોરબંદરમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. તો પોરબંદરના પત્રકારોએ દુ:ખની લાગણી વ્યકત કરી હતી તો શહેરના રાજકીય,સામાજીક અને શૈક્ષણિક તેમજ વ્યાપાર ક્ષેત્રન
પોરબંદરના પીઢ પત્રકાર હેમેન્દ્રભાઈ પરેખનુ 88 વર્ષની વયે નિધન.


પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના પીઢ અને નીડર પત્રકાર હેમેન્દ્રભાઈ પરેખનુ 88 વર્ષની વયે નિધન થતા પોરબંદરમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. તો પોરબંદરના પત્રકારોએ દુ:ખની લાગણી વ્યકત કરી હતી તો શહેરના રાજકીય,સામાજીક અને શૈક્ષણિક તેમજ વ્યાપાર ક્ષેત્રના આગેવાનોએ પણ શોકની લાગણી વ્યકત કરી હતી. આજે વહેલી સવારે હાર્ટ એટકેના કારણે નિધન થયુ હતુ, હેમેન્દ્રભાઈ પારેખ રાજકોટથી પ્રસિધ્ધ થતા અકિલા સાંધ્ય દૈનિકમા વર્ષોથી જોડાયેલા હતા પોરબંદરના ચર્ચાસ્પદ આરડીએકસના પ્રકરણમા હેમેન્દ્રભાઈ પારેખે નિડરતા પૂર્વક કામગીરી કરી હતી તેમજ ડીઆરયુસીસીના મેમ્બર તરીકેની જવાદારી પણ એક સમયે આપવામા આવી હતી.

પોરબંદરના રેલવના અનેક પ્રશ્નોના ઉકેલવામા તેમની મહત્વની યોગદાન રહ્યુ છે. નીડરતા પત્રકારત્વ કરનાર હેમેન્દ્રભાઈ પારેખના નિધનથી ઘેરા શોકની લાગણી છવાય છે. આજે મંગળવારે સાંજ 4-00 કલાકે તેમના પારેખ ચકલા સોની બજાર ખાતેના નિવાસ્થાને તેમની અંતિમ યાત્રા નીકળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande