લાઠીમાં રાજકીય સભા દરમિયાન ખેડૂતનો આક્ષેપ – “પોલીસ હપ્તાખોરી કરે છે,
અમરેલી,17 સપ્ટેમ્બર (હિ.સ.) મજૂરો દારૂ પી પી ને મરી ગયા અને પોલીસ હપ્તા લઈ લીધા પણ દારૂ સામે કાર્યવાહી નથી લાઠી ખાતે યોજાયેલી રાજકીય સભા દરમિયાન એક ખેડૂતે ખુલ્લેઆમ પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા. ખેડૂતે જણાવ્યું કે વિસ્તારમાં પોલીસ હપ્તાખોરી કરે
લાઠીમાં રાજકીય સભા દરમિયાન ખેડૂતનો આક્ષેપ – “પોલીસ હપ્તાખોરી કરે છે,


અમરેલી,17 સપ્ટેમ્બર (હિ.સ.) મજૂરો દારૂ પી પી ને મરી ગયા અને પોલીસ હપ્તા લઈ લીધા પણ દારૂ સામે કાર્યવાહી નથી લાઠી ખાતે યોજાયેલી રાજકીય સભા દરમિયાન એક ખેડૂતે ખુલ્લેઆમ પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા. ખેડૂતે જણાવ્યું કે વિસ્તારમાં પોલીસ હપ્તાખોરી કરે છે અને દારૂના ધંધા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ખેડૂતના જણાવ્યા મુજબ તેમના મજૂરો દારૂ પીવાથી મૃત્યુ પામ્યા હોવા છતાં તંત્ર મૌન છે.

ખેડૂતે વધુમાં આક્ષેપ કર્યો કે દામનગર રોડ ઉપરથી દુર્ગંધ આવે છે, છતાં સ્થાનિક તંત્ર કે પોલીસ તરફથી કોઈ પગલાં લેવામાં આવતા નથી. આ મુદ્દાઓને કારણે સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સભામાં ખેડૂતના આક્ષેપો બાદ વાતાવરણ તંગ બન્યું હતું, જોકે કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે આગળ વધ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે દારૂબંધી કાયદા હોવા છતાં વિસ્તારમાં ગેરકાયદે દારૂના ધંધા ચાલુ છે. હવે જોવાનું એ છે કે ખેડૂતના આક્ષેપો બાદ પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande